ઈતિહાસ

શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવાડીયા જ્ઞાતિ

હાલની જ્ઞાતિ વ્યવસ્થા પૂર્વના એક મહાન - મંડલમાંથી સંકોચ ક્રમે બનેલી હોવી જોઈએ. ઈશ્વરોક્ત જ્ઞાતિ વિભાગ જેવું કઈ નથી. સૃષ્ટિના આદિકાળમાં એટલે વેદના વખત પહેલાં જ્ઞાતિ અથવા જાતિ જેવી કોઈ વ્યવસ્થા નહોતી. આખો જનસમુહ એક અવિભક્ત મંડલરૂપે હતો અને બુદ્ધિ યોગ્યતા અથવા શક્તિ અનુસાર જેને જે ગમે તે કર્મ સૌ કરતા હતા. આ સ્થિતિમાંથી નિશ્ચિત થઈ સંસ્થાનવાસી થયા, અત્યારે લોકોએ માંહો માંહે પાત્રતા પ્રમાણે સમાજમાં આવશ્યક કર્યો વહેંચી લીધા અને તે રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચારવર્ણની વ્યવસ્થા આ સમયમાં થઈ.

સમાજના રક્ષણ માટે લડવૈયાઓની જરૂર પડી અને તે કામ ક્ષત્રિયોએ ઉપાડી લીધું. વ્યવહારને માટે જોઈતી વસ્તુઓ સર્વને પહોંચાડવાનું ને એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવાનું વગેરે કામ વ્યવહાર કુશળ વૈશ્યોએ માથે લીધું, શુદ્રોએ ઉદ્યોગ પરાયણ ત્રિવર્ણની સેવા સ્વીકારી અને બ્રાહ્મણોએ સૌને માટે જ્ઞાન સંચય તથા જ્ઞાનદાન કરવાનું કાર્ય પારમાર્થિક બુદ્ધિથી ઉપાડી લીધું. આવી રીતે જ ચતુવર્ણ સ્વભાવિક રીતે થઈ. દરેક વર્ણને એક બીજાની જરૂર પડતી ને તેથી તે એકબીજાનો અધિકાર સ્વીકારતી ઘણા કાળ સુધી આ વ્યવસ્થા રહી; પણ પછીથી વસ્તી વધવાથી કે બીજા કારણોથી જુદા જુદા ભાગોમાં સ્થાનો વસાવવાં પડ્યા. ત્યાં ત્યાં એ ચાર વર્ણો વેરાવા લાગી અને ચતુર્ણ છતાં સંમેલનના અભાવે જુદી જુદી વર્ણો તરીકે સ્થિર થઈ.

મૂળ ગુણકર્માનુસારે ચાર વર્ષોં થયેલી છે. ત્યાર પછી ક્રમે બીજા અને કારણોથઈ જુદી જુદી જ્ઞાતિઓ ઉદ્ભવી છે. મુસલમાનોના હુમલાથી જુદા જુદા દેશોમાં વસવાથી તથા જુદા જુદા કાર્ય ધંધા લઈ બેસવાથી જુદા જુદા જથ્થા બંધાયેલા છે. આવા પ્રકારની જ્ઞાતિ વ્યવસ્થા ગુજરાતના રજપૂત રાજાઓના સમય સુધી ચાલી આવેલી હોવી જોઈએ.

જ્ઞાતિઓની ઉત્પત્તિનો સમય ગુજરાતમાં લગભગ સને ૧૩૦૦ થી શરૂ થયો છે. આ સમયે ગુજરાતમાં મુસલમાનોના હુમલાથી ગુજરાતમાં મુખ્યત્વે પાટણની આસપાસનો પ્રદેશ ઉજ્જડ થવા માંડ્યો હતો અને તે પછીના કેટલાક સમય સુધા આખા ગુજરાતમાં સંક્રાંતિકાળની પેઠે આ સ્થિતિ કાયમ રહી હતી. આથી લોકો પોતાના જાનમાલના રક્ષણાર્થે જુદે જુદે નાશભાગ કરતા હતા અને તેઓ થોડા થોડા જથ્થામાં જ્યાં ઠરી ઠામ થયા ત્યાં ત્યાં તેમના જથ્થા બંધાયા .

ગુજરાતના પ્રાચીન ઇતિહાસની બાબતમાં થોડાક સમય ઉપર અમદાવાદની સાહિત્ય પરિષદમાં સાહિત્યના શોખઈન વિદ્વવર્ય , રા. રા. ગોવર્ધનરામ માધવરા ત્રિપાઠીએ પણ ઉપલું મત સ્વીકાર્યું હતું. અને તેથી માનવું પડે છે કે ખડાયતા જ્ઞાતિની ઉત્પત્તિનો પણ આજ ખરો સમય હશે.

રા. રા. ગોવર્ધનભાઈ જણાવે છે કે , ' ઈ. પૂર્વનો ગુજરાતનો ઇતિહાસ મલવો કઠીણ છે . ગુજરાતના ઇતિહાસ માટે યુરોપિયન વિદ્યાઓને ઘણો શ્રમ લીધો છે. ઘણા સાધનો એકઠાં કરેલા છે. પણ લખનારનો અભાવ છે. ગુજરાતનો ઇતિહાસ ગેજિટિયરના વોલ્યુમ પહેલામાં કંઈક આપવામાં આવ્યો છએ. તેમાં આપેલો ઇતિહાસ ઈ.પૂર્વે ૩૧૯ ના વર્ષથી શરૂ થાય છે. પ્રથમ પર્વના બીજા ભાગમાં સંવત ૧૨૯૭ થી ૧૪૨૦ સુધીમાં અહમદશાહે ગુજરાતમાં શાંતિ પ્રસરાવી સંવત ૧૨૯૮ માં અલ્લાઉદ્દીને અણહીલવાડ પાટણ લીધું ત્યારથી ગુજરાતમાંથી હિંદુરાજ્યનો નાશ થયો . હિંદુ દેવાલયોનો ધ્વંશ થવા લાગ્યો અને સર્વત્ર નાસાનાસ થઈ રહી.

પાટણની આસપાસના નગરોમાં વસતા નાગરિકો નગર છોડી અન્ય સ્થાનો શોધવા લાગ્યા . આભ્રમણ યુગને લીધે જ ગુજરાતમાં નાની નાની જ્ઞાતિઓનો જન્મ થયો. આજના કાળમાં ગુજરાત અને કાઠિયાવાડમાં અનેક સ્થાનોમાં વાણિયા બ્રાહ્મણોની અનેક જ્ઞાતિઓ જોવામાં આવે છે. તેમાંની કેટલીક અણહીલવાડ પાટણની આસપાસ આવેલા નગરોમાંથી આવી છે.

કોટીશ્વર અથવા કોટયર્કને ઇષ્ટદેવ ગણનારા ખડાયતા બ્રાહ્મણ અને વાણિયાઓનું મૂળસ્થાન પણ 'ખડાત’ હતું, ( વગેરે ) આ સર્વે જ્ઞાતિઓના મૂળસ્થાને અને ઇષ્ટદેવનાં દેવાલયો અણહીલવાડ પાટણની આસપાસના પ્રદેશમાં આવેલાં છે અને " રાજપૂત રાજાઓને આશ્રયે ઉદય પામેલા ઉદ્યોગ અને વિદ્યાઓમાં વળગેલી આ જ્ઞાતિઓ આશ્રય ભંગ થયે અન્ય આશ્રય શોધવા નીકળી પડેલી જણાય છે. ખરી રીતે ખડાયતા નામ ખડાયત ગામના રહેવાસ ઉપરથી જ પડેલું હોવું જોઈએ. કેટલાક લોકો જણાવે છે કે આ જ્ઞાતિનો મૂળસંબંધ નાગર જ્ઞાતિ સાથે જોડાયેલો છે. અને આ સંબંધમાં 'બ્રાહ્મણોત્પતિ | માર્તંડાધ્યાય’ નામના એક પુસ્તકમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે, 'પ્રથમ નાગરોમાં ૮૪ ગોત્ર હતાં, તેમાંથી ૧૨ ગોત્ર ખડાયતામાં જતા નાગરોમાં ગોત્ર ૭૨ રહ્યા છે.

'હવે ખડાયતા જ્ઞાતિની ઉત્પત્તિને પૌરાણિક દંતકથાના ઇતિહાસ સાથે ભેળવી નાખતાં પૂર્વે ચમત્કાર પુરીયાને વડનગરની આજુબાજુના સ્થળોથી આ જ્ઞાતિની ઉત્પત્તિનો સંબંધ કંઈક બંધ બેસતો જણાય છે. તેમજ દંતકથા ઉપર ધોરણ રાખતાં જણાય છે કે, નાગર જ્ઞાતિના વૈશ્યોની વસ્તી મૂળ ૮૪ ગોત્રમાં વહેંચાયેલી હતી. તેમાં હાલ ૭૨ ગોત્રની વસ્તી તે જ્ઞાતિમાં વહેંચાયેલી છે અને બાકીના ગોત્રની એક જુદી સંજ્ઞાથી બીજી જ્ઞાતિ થયેલી છે કે 1 કેમ? આ હકીકત જાણવા માટે મેં કેટલીક આજુબાજુની વિગતો મેળવી જોતાં અને નાગરોની મૂળ ઉત્પત્તિરૂપ 'નગર ખંડ | માહાત્મ્ય નામના આખા ગ્રંથને તપાસી જોતાં આ જ્ઞાતિ નાગર જ્ઞાતિ કે બીજી કોઈ જ્ઞાતિને મૂળ જોડાયેલી હતી તે સમય " પરત્વે કારણવશાત જુદી પડેલી હોય તેવું કોઈપણ પ્રમાણે મને મળી શક્યું નથી .

નાગર જ્ઞાતિના કેટલાક વૈશ્યોના પરિચયમાં મારું આવવું થયે નાગર જ્ઞાતિમાં આ પુસ્તકમાં જણાવેલ ગોત્રોની વસ્તીવાળા કુટુંબો છે કે કેમ ? મૂળ ગોત્રો ૮૪ છે કે ૭૨ છે ? હાલ આ દરેક ગોત્રોની વસ્તી છે કે નહીં ? વગેરે કેટલીક પુછપરછ મેં કરી હતી પણ અત્યાર સુધીમાં તેવી કરેલી તપાસથી આ વિગતો જાણવાની મારી જીજ્ઞાસા કોઈ પણ રીતે શાંત થઈ નથી ઘણા જ લોકોને તો પોતાના ગોત્રના સંબંધમાં પણ માહિતી હોય તેમ જણાતું નથી . એ રીતે નાગરોના મૂળ ૮૪ ગોત્રમાંથી ૧૨ ગોત્રો ક્યાં ક્યાં જુદા પડેલાં છે તેવો આધાર આ કે બીજા કોઈ પુસ્તકમાંથી મળી શકતો નથી . આથી વિચારવાને એક એવી પણ તક મળે કે આ જ્ઞાતિનાં મૂળગોત્ર ૭૨ તો નહિ હોય ? એ ગમે તેમ હોય પણ હાલ આપણી ખડાયતા વૈશ્યોની જ્ઞાતિ જુદાં જુદાં ૧૨ ગોત્રની વસ્તીમાં વહેંચાયેલી છે .

આ ૧૨ ગૌત્રની વસ્તીની સંખ્યા નાના મોટા જથ્થાઓમાં હાલ છૂટક છૂટક વહેંચાયેલી છે અને ખાસ કરીને ગોત્રના પ્રબંધ ઉપરથી ખડાયતા જ્ઞાતિના વૈશ્યની ઓળખ જણાવવામાં એક જાતિની મોટી મહત્તા હોવાનું માની શકાય છે . ઉત્પત્તિના સંબંધ આ જ્ઞાતિની ઉત્પત્તિના સંબંધમાં ઉપર મુજબની કંઈક પ્રાસ્તાવિક વિગત જણાવ કુળદેવ તરીકે રૂઢીની માન્યતાથી આ જ્ઞાતિમાં હાલ કયા કયા રીતરિવાજો હયાતિમાં છે તેવું જાણવા આ નીચેના પૌરાણિક દંતકથાનું વૃતાંત્ત ઉપયોગી થઈ પડે છે .